Wednesday 16 November 2011

સદભાવના !!


  • વર્તમાન સમય માં માનવ પાસે અનેક જાત ના ધન અને સાધન વધતા રહ્યા છે !વિકાસ નું રણસિંગું બરાબર નું ફૂંકાયું છે !!હજી એક -દોઢ દાયકા પહેલા આટલી સગવડો નહોતી !કપડાં ને થીગડા મારેલા જોવા મળતા !જ્યારે આજે સગવડ અને સાધન વધી ગયા ,બહાર ની સુખાકારી નરી આંખે દેખાઈ રહી છે !!પણ અંદર થી કાઇંક ખૂટતું હોય તેવું સતત લાગ્યા કરે છે !!માણસ ની સામે થાળી પીરસાયેલી છે !અંદર સારા વ્યજન છે પણ કાં એને ભૂખ નથી લાગતી ,કાં તબીબે ખાઈ નહીં શકાય તેવું કહી દીધું છે !!કેવી કઠણાઇ !!!
  •  જે ખૂટે છે એ પરસ્પર સદભાવના ખૂટે છે ,બીજા નું છો બગડે ,મારુ તો સુધરે છે ને !!હું સુખી છુ ને !!બાકી કોણ કોની પંચાત કરે ??મને લાભ મળ્યો એ બીજા ને ન મળવો જોઇયે !આવી વિકૃત માનસિકતા એ જ્યારે મન ને ઘેર્યું હોય ત્યારે એવા મન વાળા ની દયા ખાવી રહી !!જ્યારે માણસ બીજા માણસ ના સુખ ચેન છીનવશે નહીં ,બીજા ને નડતર રૂપ નહીં બને ત્યારે તેને અખંડ મોજ પ્રાપ્ત થશે !બીજા ને છેતરવો -ઠગવો -ધુતવો -દગાબાજી કરવી -કપટ કરવું આ બધી હલકી માનસિકતા ની નિશાની છે ,આ રસ્તે ભીતર ની શાંતિ ક્યારેય નથી મળવાની !!
  •  આનો કેવળ એક માત્ર માર્ગ છે સદ ભાવ !!જો પરસ્પર સદભાવ કેળવાશે તો જીવન આનંદ મય બનશે !!અને આજે આ બાબત ની તાતી જરૂર ઊભી થઈ છે !!જેના માં દુર્ભાવ છે ,તેના જેવો દરિદ્રી બીજો કોઈ ન હોઇ શકે !!સદભાવ કેળવાય તેની આસપાસ તીર્થો વાસ કરવા માંડે છે !! 

Friday 11 November 2011

તારા ઉપકાર !!!

પ્રભુ ,તારા મારા પર અનંત ઉપકાર છે !આમ છતાં ક્યારેક તારા ઉપકાર ને ભૂલી અમે અકારણ કુછંદે ચડી જઈએ છીએ !અમે અકારણ મહત્વાકાંક્ષી બની બેસીએ છીએ !અમારો મહિમા વધારવા અમે ધમપછાડા કરી લેતા હોઈએ છીએ !અમને કોઈક ના પત્તા કાપવામાં બહુ અકારણ રસ પાડવા માંડે છે ,અમે જ્યારે ખુલ્લા પડી જઇયે છીયે ત્યારે ખાસિયાણા અમારા મોઢા બને છે ,સારું છે ઇ ટાણે અમારી સામે અરીસો નથી હોતો !!!!જો અરીસો સામે હોય તો અમને અમે દેખાઈએ !!અમારી કઠણાઇ એ છે કે અમારી ભૂલો જોવા ને બદલે અમે મલક આખાની ભૂલો જોવા નો જાણે ઇજારો લીધો હોય તેવી અમે અમારી દશા કરી છે !!તને તો અમારા પર દયા આવતી હશે ,તું તો દયા નો સાગર છો ને ??હવે અમને પણ અમારી દયા આવે છે !!અમે અહી મહેમાન દાખલ આવ્યા છીએ એ વાત જ વિસરી ગયા અને માની બેઠા કે અમારે કાયમ અહી જ રહેવાનુ છે !આવું માની અમે વધુ ને વધુ ભેગું કરવા માંડ્યા અને તૃષ્ણા દેવી ને અકારણ નોતરું દઈ બેઠા ,એ બાઈ જ્યાર ની આવી છે ,અમને બી . પી . હાઇ અને લો થાય !ડાયાબિટીસ ને પણ આંગળિયાત તરીકે એ લઈ આવી !અમારા દિલ ના ધબકારા એના આવવાથી વધી જતા હોય છે !આ તો અંદર ની વાતું તારા સિવાય કહેવાના ઠેકાણા નથી !એટ્લે મોકળા મને કહી જ દઉં ??અમે વડીલ બન્યા એટ્લે જાણે શું ને કાય ? પહેલા અમે કાઇ બોલીએ નહીં !પછી કોઈ નાના ભૂલ કરે એટ્લે અમે ચડી જ બેસીએ આ અમને વારસા માં મળ્યું છે !છાના માના ખેલ જોઈ ,ખબર પડે ખેલ અવળો પડે છે ,પહેલા પડવા દઈએ!પછી અમે ધાંધલ કરી મૂકી અમારો મહિમા વધારી દઈએ !આમ હવે ઘણે ભાગે અમારું હસવાનું ખતમ થઈ ગયું છે !સાચું કહું ?હવે અમે કોઈના મેયણા માં સાચું રોતાય નથી ,ખાલી -ખાલી પોકું મૂકીએ !અમારી આસપાસ ના નાના બચ્ચા કે જેને વહરો ચેપ લાગ્યો નથી ,ઇ બિચારા સાચું માની લે છે કે દાદા રોવે છે !હરામ છે ,અમે અંતર થી રોતા હોઈએ તો !આ તો માથે પછેડી મૂકી પોક મૂકવી પડે ને ? એટલે !!હવે અમે પોતે આ અમારા કરતૂતો થી થાક્યા છીએ પણ હવે ક્યાં જવું એ ખબર નથી !કાઇ સૂઝતું નથી !અમે ઠેરાણ શોધીએ છીએ !ક્યાંક કોઈ ઓલિયો મળે અમને નવો અવતાર દે !બાકી હવે બુડ્યા જેવુ જ લાગે છે !તું ઉગાર જે !તું દયા નો સાગર છો ,એવું ક્યાક સંભાળ્યું છે શું ઇ સાચું ????

Thursday 10 November 2011

મન કી મોજ !!


આપણું મન કચરાપેટી નથી !!
સરજનહારે કૃપા કરી સૌ ને મન આપ્યું છે !મન પ્રત્યેક ને મળ્યું છે !ધન સંપતિ માં વિષમતા જરૂર હોય છે . પરંતુ રાજા થી રંક અને વિદ્વાન થી કરી ને ગમાર સુધી સૌ ને મન મળ્યું છે !!આ મન માં જે ઉત્તમતા ને જ સાચવે છે તે ખૂબ આગળ વધે છે અને જે નકારાત્મક ઉર્જા મન માં સાચવી રાખે તે પોતાના મહામૂલા મન ને કચરાપેટી બનાવી દે છે !નાની –નાની અને ઝીણી –ઝીણી કડવાશ ને કટુતા ને મન માં સંઘરનાર જબરો ખોટ નો ધંધો કરે છે !મન માં જેને સતત સર્જનાત્મક –રચનાત્મક –સકારાત્મક વિચારો આવતા હોય અને પછી તે વિચારો ને તે ક્રિયાન્વિત કરે તે સાત્વિક આનંદ અને આત્મસંતોષ પામે છે !આ સંસાર માં અનેક લોકો પોતાની બહુમૂલ્ય ઉર્જા નિરર્થક કચરો મન માં સંઘરી વેડફી નાખે છે !!
જે પણ પ્રગતિ કરે છે ,આગળ વધે છે ,ઘણે ભાગે તે પોતાના મન માં કચરો સંઘરતા નથી હોતા !કદાચ પ્રગતિ કરનારો મન માં કચરો ભરે  તો તેના તરત વળતાં પાણી થવા લાગે છે !જેનું પણ ચિંતન નબળું હોય તે જીવન માં બહુ ખથા ખાય છે !અને સફળતાથી દૂર રહી જાય છે !
જાગૃત જીવ માન –અપમાન ,હર્ષ –શોક ,લાભ –હાનિ ,નિંદા –સ્તુતિ આ બધા દ્વંદ થી પર થઈ પ્રભુ નું સતત અનુસંધાન રાખે છે !!અને મુક્તિ જેવી મોજ તેની આસપાસ રાસડા લેતી હોય છે ,ભીતર ની મસ્તી તેની સૂબાગીરી કરે છે !ત્યાં ચિંતા ને બદલે ચિંતન નું સામ્રાજ્ય ત્યાં પ્રવર્તે છે ! સાચી મોજ નું ત્યાં મુકામ પોસ્ટ હોય છે !!મન ની અવસ્થા ઉપર ઘણું બધુ નિર્ભર હોય છે !આપણે ત્યાં સાવ સહેલી વસ્તુ ને ગંભીર અને અઘરી બનાવી દેવાની ફેશન કેટલેક અંશે ઘર કરી ગઈ છે !!!રામ સબ કા ભલા કરે !!!

માણસ !!!

માણસ પાપ ન કરે તે પુણ્ય કર્યા બરાબર છે !માણસ કોઈનું ખરાબ ન કરે એ સારું કર્યા બરાબર છે !માણસ કોઈનું શોષણ ન કરે તે દાન કર્યા બરાબર છે !માણસ ખોટું ન બોલે તે સાચું બોલ્યા બરાબર છે !માણસ કોઈને નડવાનું કે કનડવાનું બંધ કરે તે ઉત્તમ રસ્તે ચડ્યા બરાબર છે !ઘણે ભાગે આપણે સતત જાત ને છેતરતા રહીએ છીએ !કોઈક નું શોષણ કરી પછી તેમાંથી થોડું દાન કરી આત્મસંતોષ લેવા નો પ્રયાસ કરતા રહેવું તે જાત ને છેતરવાનો ધંધો છે !જગત ના લોકો બધુ જ જાણતા હોય છે ,સમજતા હોય છે !કદાચ જગત ના લોકો ની આંખ માં ધૂળ અજાણતા કોઈક નાખી શકશે પણ જગદીશ્વર થી અછાનું કશુંજ નથી હોતું !જ્યાં સુધી સમજણ નો દરવાજો બંધ હોય ત્યાં સુધી આનંદ -પ્રસન્નતા અને શાંતિ ભીતરમાં  પ્રવેશતા નથી !!સમજણ ના કિનારે આલોક અને પરલોક નું સુખ વસેલું  છે !સાધારણ જીવ તરીકે આટલું જે કરે તેની ભીતર ની ભૂમિકા શહેનશાહ જેવી બને છે !કંગાળ પણું ત્યાંથી ભાગે છે !!!!

Wednesday 9 November 2011

આવા માણસો પણ હોય !!!

આજે સમાજ માં એક સવાલ વારંવાર ઘૂમરી લેતો આપણી આસપાસ ફર્યા કરતો હોય છે !એ શબ્દ નું નામ 'ભરોસો ' છે !આજે કોનો ભરોસો કરવો એ કઠિન કામ થઈ ગયું છે !''અભી બોલા અભી ફોક ''જેવી વરવી સ્થિતિ ની વાતો કાને પડે એટ્લે જાગતલ જીવો ને જરૂર આઘાત લાગે પણ નિરાશ થવા જેવુ નથી !જેમ ભરોસા નો ભંગ કરી પોતાની જાત ને વેચી નાખનારા અહી છે તેમ ભરોસા નું જતન કરનારા પણ અહીં જ છે !વાત છે એક વડીલ ની તેમણે તેમની એક જમીન એકાદ વર્ષ અગાઉ વેચી નાખી !જમીન ની રકમ તેમને મળી ગઈ !કોઈ લખાણ નહીં માત્ર ભરોસા પર જ !તરત જ બજાર ઊંચકાઈ ,ભાવ પાચ ગણા થઈ ગયા !જમીન વેચનાર વડીલ ને થયું !આજે હું જીવું છુ ,કાલે કદાચ જગત માં ન રહું !તરત તેમણે વેચાતી લેનાર ભાઈ ને ફોન પર કહ્યું ; તમે દસ્તાવેજ કરાવી લ્યો !હું દસ્તાવેજ કરી આપું !બજાર ભાવ વધતા જાય છે !મારુ શરીર સાબૂત છે ,હું દસ્તાવેજ કરી આપું !પછી તમારે મારા તમામ વારસ ને મળવું પડશે  એ કરતાં તમે આવો તમારા નામ પર કરી આપું !અને તરત લખાણ કરી આપ્યું !આને કહેવાય ભરોસો !!દિવસા દિવસ ભરોસા નો ભંગ કરતા બનાવો વચ્ચે આવો બનાવ દિશા આપી જાય છે !!

આનંદ આપો -આનંદ પામો !!!


  1. ઘણે ભાગે અમુલ્ય માનવ દેહ પ્રાપ્ત થયા પછી અનેક લોકો ના મૂલ્યવાન શ્વાસ પ્રપંચ -કાવાદાવા અને ષડયંત્ર કરવામાં ખર્ચાઈ જાય છે !કોઈક વિરલા આમાંથી બચવા પામે છે !જ્યાં પ્રપંચ અને કાવાદાવા નું સામ્રાજ્ય હોય ત્યાં અશાંતિ અને અકળામણ ને ફાવટ આવી જાય છે અને તેને ત્યાં રહેવું ગમે છે ,જેમ કાદવ વાળા ખાબોચિયા પાસે મચ્છરો ને રહેવું ગમે !!હકીકત માં માનવ જાત સદીઓ થી વારંવાર થાપ ખાધા છતાં અવતારોએ કે પયગંબરો એ ચિંધેલો માર્ગ ચુકાઈ જાય છે !!વાસ્તવ માં જે આનંદ આપે તે જ આનંદ પામી શકે છે !જે શાંતિ આપે તે શાંતિ પામી શકે છે !જેનું  મન અવળચંડાઈએ ચડી ગયું હોય તો તેનો મોટો ગેરફાયદો ખુદ ને તેને જ છે પછી તેના માંથી તેના વારસા માં આ આવતું હોય છે એટ્લે સંતાનો ને નુકશાન !સદીઓ થી આમ માનવ જાત ઝોલાં ખાય છે !કોઈક પ્રહાર કરવાની પેરવીમાં હોય તો કોઇકે સતત જાગૃત રહી હરામખોરો થી ચેતતું રહેવું !આવી સ્થિતિ માં કોઈ સારો શાશક મળે તો શાંતિ અને સલામતી રહે અન્યથા વાડ ચીભડા ગળવા માંડે !આનો એક માત્ર ઉપાય જે આપણે આપશુ તે અનેક ગણું આપણ ને આપણી પેઢીઓ ને મળશે !!આપશુ તેવું જ પામશું !તે પણ અનેક ગણું પાંમશું !ખોટ નો ધંધો કરી જીવતર પૂરું કરે તે ધરતી પર ધક્કો ખાય છે !બીજા ના જીવન માં ઝેર આપનાર ને ક્યારેય અમૃત મળ્યું નથી !અમૃત આપે તે જ અમૃત પામે છે !!મેરે માલિક તેરી જય હો !!

મારા યુવાન મિત્રો ને !!!!!


યુવાન મિત્રો ને અર્પણ
મારા વહાલા યુવાન મિત્રો , જ્યારે હું કોઈ યુવાન ને જોવું છું ત્યારે મને અનેક વિચારો આવે છે !તમે હકીકત માં આ દેશ નું ભાવિ છો !તમારા માં અનંત સંભાવનાઓ પડેલી છે !તમે એક એવા તબક્કા માંથી પસાર થઈ રહ્યા છો કે કદાચ ક્યાંક તમને સફળતા મળી હશે ,ક્યાંક નહીં મળી હોય . તમારા ભીતર માં કૈંક કરી છૂટવાના ભાવ પણ જાગતા હશે !ક્યારેક તમને સારું પ્લેટફોર્મ નહીં મળ્યું હોય ,કોઈક તમને સમજી પણ નહીં શક્યા હોય !તમે ધીરજ થી કામ લેજો !તમે હતાશ જરા પણ ન થશો !મિત્રો પ્રગતિ માટે સખત પુરુષાર્થ કરવો જ પડે તેનો કોઈજ વિકલ્પ નથી !જે –જે આગળ વધ્યા છે તેમણે પાછું વળી ને જોયું નથી !આજે મહેનત અને પુરુષાર્થ સાથે પ્રામાણિકતા ,ખંત અને ધગશ હોય તો સફળતા દોડતી આવશે !મિત્રો સૂતેલા સિંહ ના મોઢા માં શિકાર પેશી નથી જતો ,સિંહે જંગલ માં રખડવું પડે છે !મહેનત કરવા છતા પણ સફળતા ન મળે તો પણ પ્રયત્ન છોડવા નહીં !હીમત હારે તે યુવાન ન કહેવાય !ટૂંકા માર્ગે થી મિત્રો ધન આવશે તો અનેક અનર્થો ને સાથે લાવશે ,હા ,મહેનત બાદ પ્રાપ્ત કરેલું ધન સુખ સાથે શાંતિ પણ આપે છે !જીવન માં મિત્રો કેવળ ધન ને મુખ્ય માની લેશો તે ભૂલ ગણાશે !માનવીય મૂલ્યો –રાષ્ટ્રભાવના અને ભીતર માં કરુણા ભાવ હશે તો જીવન આનંદ મય બની રહેશે !!કદાચ જીવન છે ,યુવાન વય છે નાનકડી કોઈ ભૂલ થઈ હોય તો તેને સુધારી લેવાની ,નિરાશ નહીં થવાનું ,આ જગત માં ભૂલ ન કરી હોય તેને ભગવાન કહેવાય છે !કોઈએ નાની ,કોઈએ મોટી ભૂલ કરી જ હોય છે !ભૂલમાંથી જ આપણે શીખવાનું હોય છે !કેટલાક ની ભૂલ જાહેર થઈ જતી હોય છે ,કેટલાક ની ઢંકાઈ જતી હોય છે !આપણાં ઇષ્ટદેવ પાસે અંત:કરણ પૂર્વક માફી માગી લેવા ની ,જેની પણ આપણે ભૂલ કરી હોય તેની  જરાય છોછ વગર ક્ષમા માગી લેવી ,એ ન આપે તો જરાય હતાશ ન થવું ,આપણે માફી માગી હળવા થઈ જવું ! મિત્રો ,સાચો એ વિકસ્યો ગણાય જે બીજા ના વિકાસ માં પૂરક બન્યો હોય આપણી વચ્ચે હજી એવી અનેક પ્રતિભાઓ છે જેને વિકસાવી શકાય તેમ છે તેના માટે ,છેવાડા ના માનવી માટે આપણે નહીં વિચારીએ તો શું આપણાં પડોશી દેશ વિચારશે ? મિત્રો આપણે ઘણું કરવાનું છે !!મિત્રો ,કૃપા કરી તમારી આસપાસ કોઈ દૂષણ કે વ્યસન ને નજીક ન આવવા દેજો કારણ કે આપણાં વડીલ –પૂજનીય માતા –પિતા ને એવા વર્તન થી બહુ આઘાત લાગશે ,એ કદાચ તમારા પર ખીજાતા પણ હોય ,એમને ન ગમતું હોય !!એમને વધુ જિવાડવા હોય તો મહેરબાની કરી દુર્ગુણોથી દૂર રહેજો !! તમારા માત –પિતા ની આને કારણે કોઈક હાંસી ઉડાડી ને કહેશે ‘’એને તો એનું પેટ પોચ્યુ ‘’તમારા માં ઘણું બધુ પડ્યું છે !જે સફળ થયા હોય ,જેણે સંઘર્ષ કર્યો હોય ,સારું જીવ્યા હોય તેમના જીવન ને સમજવા પડશે ,તો ઘણું મળશે !બસ આજ આટલું જ !! આવજો મિત્રો !!