સમયે -સમયે આ ધરતી પર ઉત્તમ પ્રકાર ના સંતો -સાધુ -મહાપુરુષો આવે છે !પોતાના ઉચ્ચતમ મૂલ્યો દ્વારા તે માનવ જાત ને સંદેશ આપી જતા હોય છે !એમના એક એક પગલાં પ્રેરક હોય છે ,કોઈક ની પીડા એ એમના માટે પોતાની પીડા બની જતી હોય છે !કપડાં નહીં પણ તેમનું કાળજું રંગાઈ ગયું હોય છે !ધન ભેગું કરવું એ તેમના સ્વભાવ માં નથી હોતું !તે માત્ર શ્રીમંત અને જરૂરતમંદ વચ્ચે સેતુરૂપ બની પોતાનો ધર્મ બજાવે છે . સમાજ ની અંધશ્રદ્ધા -કુરિવાજો -કુરૂઢીઓ ને તે દૂર કરી નવી જ દિશા અને નવું દર્શન આપે છે !જે બીજા નું કોઈ પણ હિત કે હેતુ વગર કામ સાધી આપે તે સાધુ !!જે વૃક્ષ જેવા હોય માત્ર આપવું જ ! જે વાદળ જેવા હોય માત્ર વરસી જવું ! જે નદી જેવા હોય માત્ર વહેતા રહેવું [પર કાજે ]! સૂર્ય જેવા હોય ,અજવાળવું ! ધરતી જેવા હોય ,સહન કરતા રહેવું !દેશ અને દુનિયા ના પ્રત્યેક પ્રત્યે તેમના હૃદય માં કરુણા પ્રગટતી હોય !
No comments:
Post a Comment