- વર્તમાન સમય માં માનવ પાસે અનેક જાત ના ધન અને સાધન વધતા રહ્યા છે !વિકાસ નું રણસિંગું બરાબર નું ફૂંકાયું છે !!હજી એક -દોઢ દાયકા પહેલા આટલી સગવડો નહોતી !કપડાં ને થીગડા મારેલા જોવા મળતા !જ્યારે આજે સગવડ અને સાધન વધી ગયા ,બહાર ની સુખાકારી નરી આંખે દેખાઈ રહી છે !!પણ અંદર થી કાઇંક ખૂટતું હોય તેવું સતત લાગ્યા કરે છે !!માણસ ની સામે થાળી પીરસાયેલી છે !અંદર સારા વ્યજન છે પણ કાં એને ભૂખ નથી લાગતી ,કાં તબીબે ખાઈ નહીં શકાય તેવું કહી દીધું છે !!કેવી કઠણાઇ !!!
- જે ખૂટે છે એ પરસ્પર સદભાવના ખૂટે છે ,બીજા નું છો બગડે ,મારુ તો સુધરે છે ને !!હું સુખી છુ ને !!બાકી કોણ કોની પંચાત કરે ??મને લાભ મળ્યો એ બીજા ને ન મળવો જોઇયે !આવી વિકૃત માનસિકતા એ જ્યારે મન ને ઘેર્યું હોય ત્યારે એવા મન વાળા ની દયા ખાવી રહી !!જ્યારે માણસ બીજા માણસ ના સુખ ચેન છીનવશે નહીં ,બીજા ને નડતર રૂપ નહીં બને ત્યારે તેને અખંડ મોજ પ્રાપ્ત થશે !બીજા ને છેતરવો -ઠગવો -ધુતવો -દગાબાજી કરવી -કપટ કરવું આ બધી હલકી માનસિકતા ની નિશાની છે ,આ રસ્તે ભીતર ની શાંતિ ક્યારેય નથી મળવાની !!
- આનો કેવળ એક માત્ર માર્ગ છે સદ ભાવ !!જો પરસ્પર સદભાવ કેળવાશે તો જીવન આનંદ મય બનશે !!અને આજે આ બાબત ની તાતી જરૂર ઊભી થઈ છે !!જેના માં દુર્ભાવ છે ,તેના જેવો દરિદ્રી બીજો કોઈ ન હોઇ શકે !!સદભાવ કેળવાય તેની આસપાસ તીર્થો વાસ કરવા માંડે છે !!
Wednesday, 16 November 2011
સદભાવના !!
Subscribe to:
Post Comments (Atom)
bapa ,realy nice blog,,,
ReplyDelete