આપણું મન કચરાપેટી નથી !!
સરજનહારે કૃપા કરી સૌ ને મન આપ્યું છે !મન પ્રત્યેક ને મળ્યું છે !ધન સંપતિ માં વિષમતા જરૂર હોય છે . પરંતુ રાજા થી રંક અને વિદ્વાન થી કરી ને ગમાર સુધી સૌ ને મન મળ્યું છે !!આ મન માં જે ઉત્તમતા ને જ સાચવે છે તે ખૂબ આગળ વધે છે અને જે નકારાત્મક ઉર્જા મન માં સાચવી રાખે તે પોતાના મહામૂલા મન ને કચરાપેટી બનાવી દે છે !નાની –નાની અને ઝીણી –ઝીણી કડવાશ ને કટુતા ને મન માં સંઘરનાર જબરો ખોટ નો ધંધો કરે છે !મન માં જેને સતત સર્જનાત્મક –રચનાત્મક –સકારાત્મક વિચારો આવતા હોય અને પછી તે વિચારો ને તે ક્રિયાન્વિત કરે તે સાત્વિક આનંદ અને આત્મસંતોષ પામે છે !આ સંસાર માં અનેક લોકો પોતાની બહુમૂલ્ય ઉર્જા નિરર્થક કચરો મન માં સંઘરી વેડફી નાખે છે !!
જે પણ પ્રગતિ કરે છે ,આગળ વધે છે ,ઘણે ભાગે તે પોતાના મન માં કચરો સંઘરતા નથી હોતા !કદાચ પ્રગતિ કરનારો મન માં કચરો ભરે તો તેના તરત વળતાં પાણી થવા લાગે છે !જેનું પણ ચિંતન નબળું હોય તે જીવન માં બહુ ખથા ખાય છે !અને સફળતાથી દૂર રહી જાય છે !
જાગૃત જીવ માન –અપમાન ,હર્ષ –શોક ,લાભ –હાનિ ,નિંદા –સ્તુતિ આ બધા દ્વંદ થી પર થઈ પ્રભુ નું સતત અનુસંધાન રાખે છે !!અને મુક્તિ જેવી મોજ તેની આસપાસ રાસડા લેતી હોય છે ,ભીતર ની મસ્તી તેની સૂબાગીરી કરે છે !ત્યાં ચિંતા ને બદલે ચિંતન નું સામ્રાજ્ય ત્યાં પ્રવર્તે છે ! સાચી મોજ નું ત્યાં મુકામ પોસ્ટ હોય છે !!મન ની અવસ્થા ઉપર ઘણું બધુ નિર્ભર હોય છે !આપણે ત્યાં સાવ સહેલી વસ્તુ ને ગંભીર અને અઘરી બનાવી દેવાની ફેશન કેટલેક અંશે ઘર કરી ગઈ છે !!!રામ સબ કા ભલા કરે !!!
No comments:
Post a Comment