Wednesday, 9 November 2011

મારા યુવાન મિત્રો ને !!!!!


યુવાન મિત્રો ને અર્પણ
મારા વહાલા યુવાન મિત્રો , જ્યારે હું કોઈ યુવાન ને જોવું છું ત્યારે મને અનેક વિચારો આવે છે !તમે હકીકત માં આ દેશ નું ભાવિ છો !તમારા માં અનંત સંભાવનાઓ પડેલી છે !તમે એક એવા તબક્કા માંથી પસાર થઈ રહ્યા છો કે કદાચ ક્યાંક તમને સફળતા મળી હશે ,ક્યાંક નહીં મળી હોય . તમારા ભીતર માં કૈંક કરી છૂટવાના ભાવ પણ જાગતા હશે !ક્યારેક તમને સારું પ્લેટફોર્મ નહીં મળ્યું હોય ,કોઈક તમને સમજી પણ નહીં શક્યા હોય !તમે ધીરજ થી કામ લેજો !તમે હતાશ જરા પણ ન થશો !મિત્રો પ્રગતિ માટે સખત પુરુષાર્થ કરવો જ પડે તેનો કોઈજ વિકલ્પ નથી !જે –જે આગળ વધ્યા છે તેમણે પાછું વળી ને જોયું નથી !આજે મહેનત અને પુરુષાર્થ સાથે પ્રામાણિકતા ,ખંત અને ધગશ હોય તો સફળતા દોડતી આવશે !મિત્રો સૂતેલા સિંહ ના મોઢા માં શિકાર પેશી નથી જતો ,સિંહે જંગલ માં રખડવું પડે છે !મહેનત કરવા છતા પણ સફળતા ન મળે તો પણ પ્રયત્ન છોડવા નહીં !હીમત હારે તે યુવાન ન કહેવાય !ટૂંકા માર્ગે થી મિત્રો ધન આવશે તો અનેક અનર્થો ને સાથે લાવશે ,હા ,મહેનત બાદ પ્રાપ્ત કરેલું ધન સુખ સાથે શાંતિ પણ આપે છે !જીવન માં મિત્રો કેવળ ધન ને મુખ્ય માની લેશો તે ભૂલ ગણાશે !માનવીય મૂલ્યો –રાષ્ટ્રભાવના અને ભીતર માં કરુણા ભાવ હશે તો જીવન આનંદ મય બની રહેશે !!કદાચ જીવન છે ,યુવાન વય છે નાનકડી કોઈ ભૂલ થઈ હોય તો તેને સુધારી લેવાની ,નિરાશ નહીં થવાનું ,આ જગત માં ભૂલ ન કરી હોય તેને ભગવાન કહેવાય છે !કોઈએ નાની ,કોઈએ મોટી ભૂલ કરી જ હોય છે !ભૂલમાંથી જ આપણે શીખવાનું હોય છે !કેટલાક ની ભૂલ જાહેર થઈ જતી હોય છે ,કેટલાક ની ઢંકાઈ જતી હોય છે !આપણાં ઇષ્ટદેવ પાસે અંત:કરણ પૂર્વક માફી માગી લેવા ની ,જેની પણ આપણે ભૂલ કરી હોય તેની  જરાય છોછ વગર ક્ષમા માગી લેવી ,એ ન આપે તો જરાય હતાશ ન થવું ,આપણે માફી માગી હળવા થઈ જવું ! મિત્રો ,સાચો એ વિકસ્યો ગણાય જે બીજા ના વિકાસ માં પૂરક બન્યો હોય આપણી વચ્ચે હજી એવી અનેક પ્રતિભાઓ છે જેને વિકસાવી શકાય તેમ છે તેના માટે ,છેવાડા ના માનવી માટે આપણે નહીં વિચારીએ તો શું આપણાં પડોશી દેશ વિચારશે ? મિત્રો આપણે ઘણું કરવાનું છે !!મિત્રો ,કૃપા કરી તમારી આસપાસ કોઈ દૂષણ કે વ્યસન ને નજીક ન આવવા દેજો કારણ કે આપણાં વડીલ –પૂજનીય માતા –પિતા ને એવા વર્તન થી બહુ આઘાત લાગશે ,એ કદાચ તમારા પર ખીજાતા પણ હોય ,એમને ન ગમતું હોય !!એમને વધુ જિવાડવા હોય તો મહેરબાની કરી દુર્ગુણોથી દૂર રહેજો !! તમારા માત –પિતા ની આને કારણે કોઈક હાંસી ઉડાડી ને કહેશે ‘’એને તો એનું પેટ પોચ્યુ ‘’તમારા માં ઘણું બધુ પડ્યું છે !જે સફળ થયા હોય ,જેણે સંઘર્ષ કર્યો હોય ,સારું જીવ્યા હોય તેમના જીવન ને સમજવા પડશે ,તો ઘણું મળશે !બસ આજ આટલું જ !! આવજો મિત્રો !!                                                             

1 comment:

  1. તમારો યુવાનો પ્રત્યેનો આ અભિગમ જાણીને આનંદ થયો...!

    હું તમારી આ વાતને જીવનમાં ઉતારીશ.

    ReplyDelete