માણસ પાપ ન કરે તે પુણ્ય કર્યા બરાબર છે !માણસ કોઈનું ખરાબ ન કરે એ સારું કર્યા બરાબર છે !માણસ કોઈનું શોષણ ન કરે તે દાન કર્યા બરાબર છે !માણસ ખોટું ન બોલે તે સાચું બોલ્યા બરાબર છે !માણસ કોઈને નડવાનું કે કનડવાનું બંધ કરે તે ઉત્તમ રસ્તે ચડ્યા બરાબર છે !ઘણે ભાગે આપણે સતત જાત ને છેતરતા રહીએ છીએ !કોઈક નું શોષણ કરી પછી તેમાંથી થોડું દાન કરી આત્મસંતોષ લેવા નો પ્રયાસ કરતા રહેવું તે જાત ને છેતરવાનો ધંધો છે !જગત ના લોકો બધુ જ જાણતા હોય છે ,સમજતા હોય છે !કદાચ જગત ના લોકો ની આંખ માં ધૂળ અજાણતા કોઈક નાખી શકશે પણ જગદીશ્વર થી અછાનું કશુંજ નથી હોતું !જ્યાં સુધી સમજણ નો દરવાજો બંધ હોય ત્યાં સુધી આનંદ -પ્રસન્નતા અને શાંતિ ભીતરમાં પ્રવેશતા નથી !!સમજણ ના કિનારે આલોક અને પરલોક નું સુખ વસેલું છે !સાધારણ જીવ તરીકે આટલું જે કરે તેની ભીતર ની ભૂમિકા શહેનશાહ જેવી બને છે !કંગાળ પણું ત્યાંથી ભાગે છે !!!!
No comments:
Post a Comment