Wednesday, 9 November 2011

આનંદ આપો -આનંદ પામો !!!


  1. ઘણે ભાગે અમુલ્ય માનવ દેહ પ્રાપ્ત થયા પછી અનેક લોકો ના મૂલ્યવાન શ્વાસ પ્રપંચ -કાવાદાવા અને ષડયંત્ર કરવામાં ખર્ચાઈ જાય છે !કોઈક વિરલા આમાંથી બચવા પામે છે !જ્યાં પ્રપંચ અને કાવાદાવા નું સામ્રાજ્ય હોય ત્યાં અશાંતિ અને અકળામણ ને ફાવટ આવી જાય છે અને તેને ત્યાં રહેવું ગમે છે ,જેમ કાદવ વાળા ખાબોચિયા પાસે મચ્છરો ને રહેવું ગમે !!હકીકત માં માનવ જાત સદીઓ થી વારંવાર થાપ ખાધા છતાં અવતારોએ કે પયગંબરો એ ચિંધેલો માર્ગ ચુકાઈ જાય છે !!વાસ્તવ માં જે આનંદ આપે તે જ આનંદ પામી શકે છે !જે શાંતિ આપે તે શાંતિ પામી શકે છે !જેનું  મન અવળચંડાઈએ ચડી ગયું હોય તો તેનો મોટો ગેરફાયદો ખુદ ને તેને જ છે પછી તેના માંથી તેના વારસા માં આ આવતું હોય છે એટ્લે સંતાનો ને નુકશાન !સદીઓ થી આમ માનવ જાત ઝોલાં ખાય છે !કોઈક પ્રહાર કરવાની પેરવીમાં હોય તો કોઇકે સતત જાગૃત રહી હરામખોરો થી ચેતતું રહેવું !આવી સ્થિતિ માં કોઈ સારો શાશક મળે તો શાંતિ અને સલામતી રહે અન્યથા વાડ ચીભડા ગળવા માંડે !આનો એક માત્ર ઉપાય જે આપણે આપશુ તે અનેક ગણું આપણ ને આપણી પેઢીઓ ને મળશે !!આપશુ તેવું જ પામશું !તે પણ અનેક ગણું પાંમશું !ખોટ નો ધંધો કરી જીવતર પૂરું કરે તે ધરતી પર ધક્કો ખાય છે !બીજા ના જીવન માં ઝેર આપનાર ને ક્યારેય અમૃત મળ્યું નથી !અમૃત આપે તે જ અમૃત પામે છે !!મેરે માલિક તેરી જય હો !!

No comments:

Post a Comment