Wednesday, 9 November 2011

આવા માણસો પણ હોય !!!

આજે સમાજ માં એક સવાલ વારંવાર ઘૂમરી લેતો આપણી આસપાસ ફર્યા કરતો હોય છે !એ શબ્દ નું નામ 'ભરોસો ' છે !આજે કોનો ભરોસો કરવો એ કઠિન કામ થઈ ગયું છે !''અભી બોલા અભી ફોક ''જેવી વરવી સ્થિતિ ની વાતો કાને પડે એટ્લે જાગતલ જીવો ને જરૂર આઘાત લાગે પણ નિરાશ થવા જેવુ નથી !જેમ ભરોસા નો ભંગ કરી પોતાની જાત ને વેચી નાખનારા અહી છે તેમ ભરોસા નું જતન કરનારા પણ અહીં જ છે !વાત છે એક વડીલ ની તેમણે તેમની એક જમીન એકાદ વર્ષ અગાઉ વેચી નાખી !જમીન ની રકમ તેમને મળી ગઈ !કોઈ લખાણ નહીં માત્ર ભરોસા પર જ !તરત જ બજાર ઊંચકાઈ ,ભાવ પાચ ગણા થઈ ગયા !જમીન વેચનાર વડીલ ને થયું !આજે હું જીવું છુ ,કાલે કદાચ જગત માં ન રહું !તરત તેમણે વેચાતી લેનાર ભાઈ ને ફોન પર કહ્યું ; તમે દસ્તાવેજ કરાવી લ્યો !હું દસ્તાવેજ કરી આપું !બજાર ભાવ વધતા જાય છે !મારુ શરીર સાબૂત છે ,હું દસ્તાવેજ કરી આપું !પછી તમારે મારા તમામ વારસ ને મળવું પડશે  એ કરતાં તમે આવો તમારા નામ પર કરી આપું !અને તરત લખાણ કરી આપ્યું !આને કહેવાય ભરોસો !!દિવસા દિવસ ભરોસા નો ભંગ કરતા બનાવો વચ્ચે આવો બનાવ દિશા આપી જાય છે !!

No comments:

Post a Comment