પ્રભુ ,તારા મારા પર અનંત ઉપકાર છે !આમ છતાં ક્યારેક તારા ઉપકાર ને ભૂલી અમે અકારણ કુછંદે ચડી જઈએ છીએ !અમે અકારણ મહત્વાકાંક્ષી બની બેસીએ છીએ !અમારો મહિમા વધારવા અમે ધમપછાડા કરી લેતા હોઈએ છીએ !અમને કોઈક ના પત્તા કાપવામાં બહુ અકારણ રસ પાડવા માંડે છે ,અમે જ્યારે ખુલ્લા પડી જઇયે છીયે ત્યારે ખાસિયાણા અમારા મોઢા બને છે ,સારું છે ઇ ટાણે અમારી સામે અરીસો નથી હોતો !!!!જો અરીસો સામે હોય તો અમને અમે દેખાઈએ !!અમારી કઠણાઇ એ છે કે અમારી ભૂલો જોવા ને બદલે અમે મલક આખાની ભૂલો જોવા નો જાણે ઇજારો લીધો હોય તેવી અમે અમારી દશા કરી છે !!તને તો અમારા પર દયા આવતી હશે ,તું તો દયા નો સાગર છો ને ??હવે અમને પણ અમારી દયા આવે છે !!અમે અહી મહેમાન દાખલ આવ્યા છીએ એ વાત જ વિસરી ગયા અને માની બેઠા કે અમારે કાયમ અહી જ રહેવાનુ છે !આવું માની અમે વધુ ને વધુ ભેગું કરવા માંડ્યા અને તૃષ્ણા દેવી ને અકારણ નોતરું દઈ બેઠા ,એ બાઈ જ્યાર ની આવી છે ,અમને બી . પી . હાઇ અને લો થાય !ડાયાબિટીસ ને પણ આંગળિયાત તરીકે એ લઈ આવી !અમારા દિલ ના ધબકારા એના આવવાથી વધી જતા હોય છે !આ તો અંદર ની વાતું તારા સિવાય કહેવાના ઠેકાણા નથી !એટ્લે મોકળા મને કહી જ દઉં ??અમે વડીલ બન્યા એટ્લે જાણે શું ને કાય ? પહેલા અમે કાઇ બોલીએ નહીં !પછી કોઈ નાના ભૂલ કરે એટ્લે અમે ચડી જ બેસીએ આ અમને વારસા માં મળ્યું છે !છાના માના ખેલ જોઈ ,ખબર પડે ખેલ અવળો પડે છે ,પહેલા પડવા દઈએ!પછી અમે ધાંધલ કરી મૂકી અમારો મહિમા વધારી દઈએ !આમ હવે ઘણે ભાગે અમારું હસવાનું ખતમ થઈ ગયું છે !સાચું કહું ?હવે અમે કોઈના મેયણા માં સાચું રોતાય નથી ,ખાલી -ખાલી પોકું મૂકીએ !અમારી આસપાસ ના નાના બચ્ચા કે જેને વહરો ચેપ લાગ્યો નથી ,ઇ બિચારા સાચું માની લે છે કે દાદા રોવે છે !હરામ છે ,અમે અંતર થી રોતા હોઈએ તો !આ તો માથે પછેડી મૂકી પોક મૂકવી પડે ને ? એટલે !!હવે અમે પોતે આ અમારા કરતૂતો થી થાક્યા છીએ પણ હવે ક્યાં જવું એ ખબર નથી !કાઇ સૂઝતું નથી !અમે ઠેરાણ શોધીએ છીએ !ક્યાંક કોઈ ઓલિયો મળે અમને નવો અવતાર દે !બાકી હવે બુડ્યા જેવુ જ લાગે છે !તું ઉગાર જે !તું દયા નો સાગર છો ,એવું ક્યાક સંભાળ્યું છે શું ઇ સાચું ????
No comments:
Post a Comment